Wednesday, October 31, 2012

Rakh Udi Javani (Chithhi Fatse Uparvalni)



રાખ ઉડિ જવાની

ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થાશે મારે જાવાની.
સગુ કુટુંબ મારુ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની.
લોટ પાણીનો લાડવો મુક્શે, જરુર હશે નહી મારે ખાવાની.
પાંચ-પચ્ચીસ ભેગા થઈને, કરશે ઉતાવળ કાઢી જાવાની.
લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ......એને નાવાની...
હાડકા લઈને હાલતા થાશે, રાખ મારી ઉડી જાવાની.
બાર દી મારી મોકાણ કરીને, પછી...મિષ્ટાન ખાવાની....
પ્રાણની સગી છે આ દુનિયા, પ્રભુ ઘડીમાં ભુલી જાવાની.

No comments:

Post a Comment