Wednesday, October 31, 2012

Rakh Udi Javani (Chithhi Fatse Uparvalni)



રાખ ઉડિ જવાની

ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થાશે મારે જાવાની.
સગુ કુટુંબ મારુ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની.
લોટ પાણીનો લાડવો મુક્શે, જરુર હશે નહી મારે ખાવાની.
પાંચ-પચ્ચીસ ભેગા થઈને, કરશે ઉતાવળ કાઢી જાવાની.
લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ......એને નાવાની...
હાડકા લઈને હાલતા થાશે, રાખ મારી ઉડી જાવાની.
બાર દી મારી મોકાણ કરીને, પછી...મિષ્ટાન ખાવાની....
પ્રાણની સગી છે આ દુનિયા, પ્રભુ ઘડીમાં ભુલી જાવાની.

Friday, October 26, 2012

શનિ ચાલીસા


।। दोहा ।।

जय गणेश गिरिजा सुवन, मंगल करण कृपाल ।
दीनन के दुख दूर करि, कीजै नाथ निहाल ।।

जय जय श्री शनिदेव प्रभु,सुनहु विनय महाराज ।

करहु कृपा हे रवि तनय, राखहु जन की लाज ।।



जयति जयति शनिदेव दयाला । करत सदा भक्तन प्रतिपाला ।।

चारि भुजा, तनु श्याम विराजै । माथे रतन मुकुट छवि छाजै ।।

परम विशाल मनोहर भाला । टेढ़ी दृष्टि भृकुटि विकराला ।।

कुण्डल श्रवण चमाचम चमके । हिये माल मुक्तन मणि दमके ।।

कर में गदा त्रिशूल कुठारा । पल बिच करैं आरिहिं संहारा ।।

पिंगल, कृष्णों, छाया, नन्दन । यम, कोणस्थ, रौद्र, दुख भंजन ।।

सौरी, मन्द, शनि, दश नामा । भानु पुत्र पूजहिं सब कामा ।।

जा पर प्रभु प्रसन्न है जाहीं । रंकहुं राव करैंक्षण माहीं ।।

पर्वतहू तृण होई निहारत । तृण हू को पर्वत करि डारत ।।

राज मिलत बन रामहिं दीन्हो । कैकेइहुं की मति हरि लीन्हों ।।

बनहूं में मृग कपट दिखाई । मातु जानकी गई चतुराई ।।

लखनहिं शक्ति विकल करि डारा । मचिगा दल में हाहाकारा ।।

रावण की गति-मति बौराई । रामचन्द्र सों बैर बढ़ाई ।।

दियो कीट करि कंचन लंका । बजि बजरंग बीर की डंका ।।

नृप विक्रम पर तुहि पगु धारा । चित्र मयूर निगलि गै हारा ।।

हार नौलाखा लाग्यो चोरी । हाथ पैर डरवायो तोरी ।।

भारी दशा निकृष्ट दिखायो । तेलिहिं घर कोल्हू चलवायो ।।

विनय राग दीपक महं कीन्हों । तब प्रसन्न प्रभु है सुख दीन्हों ।।

हरिश्चन्द्र नृप नारि बिकानी । आपहुं भरे डोम घर पानी ।।

तैसे नल परदशा सिरानी । भूंजी-मीन कूद गई पानी ।।

श्री शंकरहि गहयो जब जाई । पार्वती को सती कराई ।।

तनिक विलोकत ही करि रीसा । नभ उडि़ गयो गौरिसुत सीसा ।।

पाण्डव पर भै दशा तुम्हारी । बची द्रौपदी होति उघारी ।।

कौरव के भी गति मति मारयो । युद्घ महाभारत करि डारयो ।।

रवि कहं मुख महं धरि तत्काला । लेकर कूदि परयो पाताला ।।

शेष देव-लखि विनती लाई । रवि को मुख ते दियो छुड़ई ।।

वाहन प्रभु के सात सुजाना । जग दिग्ज गर्दभ मृग स्वाना ।।

जम्बुक सिंह आदि नखधारी । सो फल जज्योतिष कहत पुकारी ।।

गज वाहन लक्ष्मी गृह आवैं । हय ते सुख सम्पत्ति उपजावैं ।।

गर्दभ हानि करै बहु काजा । गर्दभ सिद्घ कर राज समाजा ।।

जम्बुक बुद्घि नष्ट कर डारै । मृग दे कष्ट प्रण संहारै ।।

जब आवहिं प्रभु स्वान सवारी । चोरी आदि होय डर भारी ।।

तैसहि चारि चरण यह नामा । स्वर्ण लौह चांदी अरु तामा ।।

लौह चरण पर जब प्रभु आवैं । धन जन सम्पत्ति नष्ट करावै ।।

समता ताम्र रजत शुभकारी । स्वर्ण सर्व सुख मंगल कारी ।।

जो यह शनि चरित्र नित गावै । कबहुं न दशा निकृष्ट सतावै ।।

अदभुत नाथ दिखावैं लीला । करैं शत्रु के नशि बलि ढीला ।।

जो पण्डित सुयोग्य बुलवाई । विधिवत शनि ग्रह शांति कराई ।।

पीपल जल शनि दिवस चढ़ावत । दीप दान दै बहु सुख पावत ।।

कहत रामसुन्दर प्रभु दासा । शनि सुमिरत सुख होत प्रकाशा ।। 


।। दोहा ।।

पाठ शनिश्चर देव को, की हों विमल तैयार ।

करत पाठ चालीस दिन, हो भवसागर पार ।।

Saturday, October 13, 2012

Durgashtakam


દુર્ગાષ્ટકમ્‌

દુર્ગે પરેશિ શુભદેશિ પરાત્પરેશિ!
વન્દ્યે મહેશદયિતેકરુણાર્ણવેશિ!.
સ્તુત્યે સ્વધે સકલતાપહરે સુરેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ! ૧

દિવ્યે નુતે શ્રુતિશતૈર્વિમલે ભવેશિ!
કન્દર્પદારશતયુન્દરિ માધવેશિ!.
મેધે ગિરીશતનયે નિયતે શિવેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ! ૨

રાસેશ્વરિ પ્રણતતાપહરે કુલેશિ!
ધર્મપ્રિયે ભયહરે વરદાગ્રગેશિ!.
વાગ્દેવતે વિધિનુતે કમલાસનેશિ!
કૃષ્ણસ્તુતેકુરુ કૃપાં લલિતેઽખિલેશિ! ૩

પૂજ્યે મહાવૃષભવાહિનિ મંગલેશિ!
પદ્મે દિગમ્બરિ મહેશ્વરિ કાનનેશિ.
રમ્યેધરે સકલદેવનુતે ગયેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપા લલિતેઽખિલેશિ! ૪

શ્રદ્ધે સુરાઽસુરનુતે સકલે જલેશિ!
ગંગે ગિરીશદયિતે ગણનાયકેશિ.
દક્ષે સ્મશાનનિલયે સુરનાયકેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ ૫

તારે કૃપાર્દ્રનયને મધુકૈટભેશિ!
વિદ્યેશ્વરેશ્વરિ યમે નિખલાક્ષરેશિ.
ઊર્જે ચતુઃસ્તનિ સનાતનિ મુક્તકેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતઽખિલેશિ ૬

મોક્ષેઽસ્થિરે ત્રિપુરસુન્દરિપાટલેશિ!
માહેશ્વરિ ત્રિનયને પ્રબલે મખેશિ.
તૃષ્ણે તરંગિણિ બલે ગતિદે ધ્રુવેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ ૭

વિશ્વમ્ભરે સકલદે વિદિતે જયેશિ!
વિન્ધ્યસ્થિતે શશિમુખિ ક્ષણદે દયેશિ!.
માતઃ સરોજનયને રસિકે સ્મરેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ ૮

દુર્ગાષ્ટકં પઠતિ યઃ પ્રયતઃ પ્રભાતે
સર્વાર્થદં હરિહરાદિનુતાં વરેણ્યામ્‌.
દુર્ગાં સુપૂજ્ય મહિતાં વિવિધોપચારૈઃ
પ્રાપ્નોતિ વાંછિતફલં ન ચિરાન્મનુષ્યઃ ૯

ઇતિ શ્રી મત્પરમહંસપરિવ્રાજકાચાર્ય-શ્રીમદુત્તરામ્નાયજ્યોતિષ્પીઠાધીશ્વરજગદ્ગુરુ-શંકરાચાર્ય-સ્વામિ- શ્રીશાન્તાનન્દ સરસ્વતી શિષ્ય-સ્વામિ શ્રી મદનન્તાનન્દ-સરસ્વતિ વિરચિતં શ્રી દુર્ગાષ્ટકં સમ્પૂર્ણમ્‌

Vishvambhari Stuti

                             માતાજીની સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

Hanuman Chalisa

શ્રી હનુમાન ચાલીસા
  
દોહા :

શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર.

ચૌપાઈ :
જય હનુમાન જ્ઞાન ગુન સાગર.જય કપીસ તિહુઁ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા.અંજનિ-પુત્ર પવનસુત નામા
મહાબીર બિક્રમ બજરંગી.કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા.કાનન કુંડલ કુંચિત કેસા
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ.કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.
સંકર સુવન કેસરીનંદન.તેજ પ્રતાપ મહા જગ બન્દન
વિદ્યાવાન ગુની અતિ ચાતુર.રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.રામ લખન સીતા મન બસિયા
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.બિકટ રૂપ ધરિ લંક જરાવા
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે.રામચંદ્ર કે કાજ સઁવારે
લાય સજીવન લખન જિયાયે.શ્રીરઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હી બહુત બડાઈ.તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં.અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં
સનકાદિક બ્રહ્માદિ મુનીસા.નારદ સારદ સહિત અહીસા
જમ કુબેર દિગપાલ જહાઁ તે.કબિ કોબિદ કહિ સકે કહાઁ તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.રામ મિલાય રાજ પદ દીન્હા
તુમ્હરો મંત્ર બિભીષન માના.લંકેસ્વર ભએ સબ જગ જાના
જુગ સહસ્ર જોજન પર ભાનૂ.લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે.સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
રામ દુઆરે તુમ રખવારે.હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના.તુમ રક્ષક કાહૂ કો ડર ના
આપન તેજ સમ્હારો આપૈ.તીનોં લોક હાઁક તેં કાઁપૈ
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ.મહાબીર જબ નામ સુનાવૈ
નાસૈ રોગ હરૈ સબ પીરા.જપત નિરંતર હનુમત બીરા
સંકટ તેં હનુમાન છુડાવૈ.મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ
સબ પર રામ તપસ્વી રાજા.તિન કે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવૈ.સોઇ અમિત જીવન ફલ પાવૈ
ચારોં જુગ પરતાપ તુમ્હારા.હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે.અસુર નિકંદન રામ દુલારે
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા.સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હરે ભજન રામ કો પાવૈ.જનમ-જનમ કે દુખ બિસરાવૈ
અન્તકાલ રઘુબર પુર જાઈ.જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ
ઔર દેવતા ચિત્ત ન ધરઈ.હનુમત સેઇ સર્બ સુખ કરઈ
સંકટ કટૈ મિટૈ સબ પીરા.જો સુમિરૈ હનુમત બલબીરા
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં.કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં
જો સત બાર પાઠ કર કોઈ.છૂટહિ બંદિ મહા સુખ હોઈ
જો યહ પઢૈ હનુમાન ચાલીસા.હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા.કીજૈ નાથ હૃદય મઁહ ડેરા
 

દોહા :
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ


Thursday, October 11, 2012

Jay Adhyashakti Arti

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જયો જયોમા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયો જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયો જયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો.

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા મા જયો જયો.

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જયો જયો

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, જયો જયો

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જયો જયો

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જયો જયો

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા જયો જયો

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જયો જયોમા જગદંબે.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જયો જયોમા જગદંબે.

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જયોજ્‍યો

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો, જયો જયોમા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જયો જયો

જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જયો જયો

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

Shree Chamunda Mataji no Sandesh



શ્રી ચામુંડા માતાજીનો સંદેશ

મારા રસ્તા પર પગ રાખીને તો જો, તારા બધા માર્ગ ખુલ્લા ન કરી દઉં તો કહેજે!!
મારા માટે  ખર્ચ કરીને તો જો, કુબેરનો ભંડાર ન ખોલી દઉં તો કેહેજે!! મારી શરણાગતી સ્વીકારી તો જો, તારુ ધ્યાન ન રાખુ તો કેહેજે!! મારી વાતો લોકો ને કરી તો જો, તને મુલ્ય્વાન ન કરી દઉં તો કેહેજે!!
મારા વિશે જાણીને તો જો, જ્ઞાન રુપી ભક્તિ નો ભંડાર ન ખોલી દઉં તો કેહેજે!!
મને તારો મદદગાર તો બનાવી તો જો, તને બધી ગુલામીમાંથી છોડાવી ન દઉં તો કેહેજે!!
મારા માટે રડી ને તો જો, તારા જીવનમાં આનંદ નો સાગર ઠાલવી ન દઉં તો કેહેજે!!
મારા માટે કાંઈક કરી  ને તો જો, તને કીર્તીમાન ન કરી દઉં તો કેહેજે!!
મારા માર્ગ પર નીક્ળીને તો જો, તને શાંતિમય ન કરી દઉં તો કેહેજે!!
મારા માટે તુ એકવાર શરણાગતી સ્વીકારી તો જો, તને યશસ્વી ન કરી દઉં તો કેહેજે!!
તુ થઈ ને તો જો, બધા ને તારા ન બનાવી દઉં તો કેહેજે!!
મારુ સ્મરણ તો કરી ને જો, જગત ના દર્શન ન કરાવી દઉં તો કેહેજે!!
મારા માટે કડવા વચન સાંભળી ને તો જો, ક્રુપાની દ્રષ્ટી ન વરસાવી દઉં તો કેહેજે!!